કોલકાતા: અખિલ ભારત હિન્દૂ મહાસભા (ABHM)એ નોટ પર મહાત્મા ગાંધીની જગ્યાએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની તસવીર છાપવાની માંગ કરી છે. ABHMએ તર્ક આપ્યો કે સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજી બોસનું યોગદાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરતા ઓછુ નહતુ. એબીએચએમ દ્વારા કોલકાતામાં આયોજિત દૂર્ગા પૂજા કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાથે મેળ ખાતી મહિષાસુરની મૂર્તિની સ્થાપના પર થયેલા વિવાદના કેટલાક અઠવાડિયા પછી સંગઠન તરફથી આ માંગ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
એબીએચએમના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ચંદ્રચૂર ગોસ્વામીએ અહી એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા કહ્યુ, અમને લાગે છે કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીનું યોગદાન મહાત્મા ગાંધી કરતા ઓછુ નહતુ. માટે ભારતના સૌથી મહાન સ્વતંત્રતા સેનાની નેતાજીને સમ્માનિત કરવાની સૌથી સારી રીત મુદ્રા નોટો પર તેમની તસવીર છાપવાનું છે. ગાંધીજીની તસવીરને નેતાજીની તસવીર સાથે બદલી દેવી જોઇએ.
અખિલ ભારત હિન્દૂ મહાસભાના જ દક્ષિણ પૂર્વ કોલકાતામાં સ્થિત એક દૂર્ગા પૂજા પંડાળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કથિત અસુરના રૂપમાં બતાવવામાં આવ્યા હતા, તેને લઇને હિન્દૂ મહાસભા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દેવી દુર્ગાએ મહિષાસુર સહિત જે અસુરોનો સંહાર કર્યો હતો, તેમની મૂર્તિ આ પ્રતિમા સાથે બનાવવામાં આવી હતી, તેમાંથી જ એક મૂર્તિ ગાંધીજી સાથે મળતી આવતી છબીની હતી.
પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી દળ ભાજપે તેની ટિકા કરી હતી. આ મામલે વિવાદ થયા બાદ પ્રતિમામાં બદલાવ કરવામાં આવ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે મેળ ખાતી મૂર્તિને હટાવી દેવામાં આવી હતી. દૂર્ગા પંડાળમાં લાગેલી આ મૂર્તિ વિશે સૌથી પહેલા એક પત્રકારે ટ્વિટ કર્યુ હતુ. તે બાદ કોલાકાતા પોલીસના આગ્રહ પર તેને પોતાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી હતી. પત્રકારે કહ્યુ હતુ કે પોલીસે તેને પોસ્ટ હટાવવા માટે કહ્યુ હતુ કારણ કે તેનાથી તહેવાર દરમિયાન ટકરાવ ઉભો થઇ શકે છે.
Advertisement