બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં, એક મહિલા રાજ્ય સરકાર અને રેલવે પાસેથી વળતર સહાય મેળવવા માટે તેના પતિના મૃત્યુનું જૂઠ્ઠાણું ચલાવવાનું કાવતરું ઘડવાને કારણે મુશ્કેલીમાં આવી ગઈ છે. કટક જિલ્લાના મણિયાબંદાની રહેવાસી ગીતાંજલિ દત્તાએ દાવો કર્યો હતો કે તેના પતિનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે એક મૃતદેહની ઓળખ તેના પતિના મૃતદેહ તરીકે કરી હતી. જોકે, દસ્તાવેજો તપાસ્યા બાદ જાણવા મળ્યું હતું કે મહિલાનો પતિ જીવિત છે.
Advertisement
Advertisement
આ ઘટના બાદ પોલીસે તો તેને ચેતવણી આપીને છોડી દીધી હતી. પરંતુ, મહિલાના પતિએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આ મહિલાની મુશ્કેલી વધી ગઈ છે.
પોલીસે જણાવ્યું કે પતિ-પત્ની બંને છેલ્લાં 13 વર્ષથી અલગ રહેતા હતા. પતિ બિજયે પત્ની ગીતાંજલિ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મણિયાબંદા સ્ટેશનના ઈન્ચાર્જ બસંત કુમાર સતપથીએ જણાવ્યું કે પોલીસે ગીતાંજલિના પતિને બહાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.
મુખ્ય સચિવ પીકે જેનાએ આ મામલે મૃતદેહો પર ખોટા દાવા કરવાના આરોપસર મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રેલવે અને ઓડિશા પોલીસને અનુરોધ કર્યો છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોને વળતર તરીકે રૂ. 5 લાખ ચૂકવવાનું વચન આપ્યું હતું, ત્યારે પીએમ મોદીએ રૂ. 2 લાખ અને રેલવેએ વળતર તરીકે રૂ. 10 લાખ આપવાની જાહેરાત કરી હતી.
Advertisement