મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. હવે ધારાસભ્યો પણ આનો શિકાર બન્યા છે. અહેવાલો અનુસાર, મરાઠા અનામત આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી હતી.
Advertisement
Advertisement
દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો
મળતી માહિતી મુજબ, પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી સીએમ અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. આ પછી તેઓ ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કર્યા પછી તેને આગ ચાંપી દીધી.
Maharashtra NCP MLA Prakash Solanke, whose residence in Beed has been attacked by Maratha reservation protestors says, "I was inside my home when it was attacked. Fortunately, none of my family members or staff were injured. We are all safe but there is a huge loss of property… https://t.co/WBjTmWvP5r
— ANI (@ANI) October 30, 2023
ધારાસભ્ય અને તેમનો પરિવાર સુરક્ષિત
એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે જ્યારે વિરોધીઓના ટોળાએ મારા ઘર પર હુમલો કર્યો, તે સમયે તેઓ તેમના ઘરે હાજર હતા. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ ન હતી. અમે બધા સુરક્ષિત છીએ પરંતુ આગથી અમારી સંપત્તિને નુકસાન થયું છે.
NCP ના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બીડના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે એનસીપી (શરદ પવાર જૂથ) સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, “મહારાષ્ટ્રમાં જે ટ્રિપલ એન્જિન સરકાર છે તેની આ નિષ્ફળતા છે. આજે એક ધારાસભ્યનું ઘર સળગાવી દેવાયું, ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે ? આ તેમની જવાબદારી છે.”
Advertisement