અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી પાંચ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
Advertisement
Advertisement
ઘટના ક્યાં બની?
માહિતી અનુસાર હુમલાખોરે બાઈકર બાર નામની એક જગ્યાએ ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળીઓ વાગી હતી. બાઈકર બાર બાઈક રાઈડર્સ માટે મનોરંજનનું કેન્દ્ર છે. આ સથળે લોકોની ભીડ હોવાને કારણે દસ લોકોને ગોળી વાગી હતી.
હુમલાખોરને ઠાર મરાયો
ઘટનાની માહિતી મળતાં જ ઓરેન્જ કાઉન્ટીના પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરને નિશાન બનાવ્યો હતો અને તેને ઠાર માર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ અધિકારીને ઈજા થઈ ન હતી. હાલ લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા અપીલ કરાઇ હતી.
હુમલો શા માટે કરાયો?
ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું કે ઠાર મરાયેલો બંદૂકધારી એક સેવાનિવૃત્ત કાયદાનું અમલ કરતી એજન્સીનો અધિકારી હતો અને કદાચ તે તેના કોઈ પરિચિતને નિશાન બનાવી રહ્યો હોય તેવું બની શકે. પરંતુ આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. હાલ ઓરેન્જ કાઉન્ટી પોલીસે કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement