અમેરિકામાં ભારતીય ગ્રીન કાર્ડ અરજદારોના બેકલોગને દૂર કરવા માટે કાર્યકારી પગલાં લેવા સાંસદોના એક જૂથે બાઈડન સરકારને અનુરોધ કર્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં જે ભારતીય લોકોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, તેમનો વેઈટિંગ પિરિયડ 195 વર્ષ હોવાનું કહેવાય છે. આ અંગે અમેરિકન સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
અમેરિકન સાંસદોએ બાઈડન સરકારને પત્ર લખ્યો
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને લેરી બુશોનની આગેવાની હેઠળ 56 ધારાસભ્યોના દ્વિપક્ષીય જૂથે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી એલેજાન્ડ્રો માયરકોસને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં, ‘ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIDDS USA) એ સરકારને ઉચ્ચ કુશળ ગ્રીન કાર્ડ અરજદારોને રાહત આપવા અને નોકરી માટે અરજી કરનારા અરજદારોની તારીખોને ‘વર્તમાન’ તરીકે પ્રકાશિત કરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગ્રીન કાર્ડ ધારકો નોકરી કરે છે. આવી સ્થિતિમાં આટલો લાંબો બેકલોગ હોવાના કારણે અમેરિકન સરકારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકી ટેક કંપનીઓમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત
બેકલોગને કારણે, અમેરિકા ઉચ્ચ પ્રશિક્ષિત કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યું છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ પર કામ કરતા STEM કર્મચારીઓ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ) અમેરિકાને ટેક્નોલોજીની દુનિયામાં મોખરે રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાની દિગ્ગજ કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનના હજારો યુવાનોને H-1B વિઝા અથવા ગ્રીન કાર્ડ પર પોતાને ત્યાં નોકરી આપે છે. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે ગ્રીન કાર્ડ અને H-1B વિઝા અરજદારોના બેકલોગ પર ચિંતા વ્યક્ત કરી છે. આ કારણે અમેરિકી સાંસદોએ બાઈડન સરકારને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
Advertisement