દિલ્હી: ભારત આ વર્ષે જી-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. જી-20 સમિટ સપ્ટેમ્બરમાં યોજાશે અને તેમાં ભાગ લેવા માટે ઘણાં દેશોના વડાઓ ભારત આવશે. દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે યુએસ પ્રમુખ જો બાઈડન 20 દેશોના સમૂહના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 7-10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લેશે.
Advertisement
Advertisement
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ અંગે માહિતી આપતા કહ્યું કે, બાઈડન 7 થી 10 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાત લેશે. જ્યારે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરેએ પણ કહ્યું કે જો બાઈડન જી – 20 સમિટમાં અન્ય નેતાઓ સાથે યુક્રેન યુદ્ધ અને અન્ય વૈશ્વિક પડકારો પર ચર્ચા કરશે. આ સાથે જી-20 સમિટમાં સ્વચ્છ ઉર્જા અને જળવાયુ પરિવર્તન પર પણ ચર્ચા કરવામાં આવશે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, વિકાસશીલ દેશોને વધુ સહાય અને ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવતી સહાયના વિકલ્પની જરૂર છે અને રાષ્ટ્રપતિ બાઈડન આ મુદ્દો પણ ઉઠાવશે.
જી-20 સંમેલનમાં આ સંગઠનના સ્થાયી સભ્યો તો ભાગ લેશે જ, સાથે જ અન્ય ઘણાં દેશોને પણ ભારતે અતિથિ દેશો તરીકે આમંત્રણ આપ્યું છે.
Advertisement