પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદ બંને દેશ દાવો કરી રહ્યા છે કે એકબીજા સાથેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે, પરંતુ અમેરિકન સંગઠનો ભારત વિરુદ્ધ ઝેરીલા નિવેદનો કરવાનું બંધ કરી રહ્યાં નથી.
Advertisement
Advertisement
અમેરિકાના ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ કમિશનના પ્રમુખ રબ્બી અબ્રાહમ કૂપરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું છે કે ભારતમાં ધાર્મિક ભેદભાવ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. આ પ્રકારનો ભેદભાવ રાષ્ટ્રીય ગૌરવનો વિષય ન હોવો જોઈએ. ભારતમાં સ્થિતિ ન સુધરે તો ભારતે અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
રબ્બી કૂપરે અમેરિકી સાંસદોને સંબોધતા કહ્યું કે ભારતે પોતાની રીતો બદલવી પડશે, કારણ કે પરિસ્થિતિ વણસી રહી છે. અમેરિકી સરકારે ભારતને સીરિયા, નાઈજીરિયા, વિયેતનામ જેવા વિશેષ ચિંતાવાળા દેશોની યાદીમાં મૂકી દેવું જોઈએ. આ બધા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સારી નથી.
ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ કમિશને તો ધાર્મિક ભેદભાવ કરતી એજન્સીઓ અને તેમના અધિકારીઓ પર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા અને આર્થિક પ્રતિબંધો લગાવવા માટે પણ માંગ કરી છે. કૂપરે કહ્યું કે પીએમ મોદીનો યુએસ પ્રવાસ પૂરો થઈ ગયો છે અને અમને આશા છે કે અમેરિકી સરકાર ભારતની ગંભીર સ્થિતિની સમીક્ષા કરશે.
આ અગાઉ પણ પીએમ મોદીને તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ધાર્મિક ભેદભાવ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો અને તે સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત બંધારણ પ્રમાણે ચાલે છે અને અહીં કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી.
Advertisement