આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી વધતી દખલ અને તેની વિનાશક શક્તિના ખતરાની આશંકાઓ વચ્ચે અમેરિકાની જો બાઈડેન સરકારે ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેવી કે ગૂગલ, માઈક્રોસોફ્ટના સીઈઓ સાથે ગુરુવારના રોજ વ્હાઈટ હાઉસમાં તાબડતોબ બેઠક બોલાવી હતી.
વ્હાઈટ હાઉસમાં બાઈડેન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સાથે ટેકનિકલ ક્ષેત્ર સહિત સરકારી ક્ષેત્રમાં AI લાગુ કરવા સંબંધિત નિયમો અને કાયદા અંગે ચર્ચા કરી અને તેના પર સરકાર કેવી રીતે નિયંત્રણ રાખી શકે તે મુદ્દે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ બેઠકનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું. બેઠકમાં રાષ્ટ્રપતિ બાઈડેનના ચીફ સ્ટાફ જેફ જીએન્ટ્સ, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિન, વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોલિસી ડિરેક્ટર આરતી પ્રભાકર પણ જોડાયા હતા. બેઠકમાં મુખ્ય સ્ટાર્ટઅપ OpenAI અને એન્થ્રોપિકના સીઈઓ પણ જોડાયા હતા.
આટલી મોટી બેઠક યોજી પરંતુ દુનિયાની ટેક જાયન્ટ્સ કંપનીમાં જેનું નામ સામેલ છે તેવી Apple કંપનીના CEOની ગેરહાજરી સ્પષ્ટ જોઈ શકાતી હતી.
Advertisement