અમેરિકાની સત્તાના કેન્દ્ર યુએસ કેપિટોલ હિલ ખાતે 14 જૂને અમેરિકાની પ્રથમ હિંદુ-અમેરિકન કોન્ફરન્સ યોજાઈ હતી. તેનો હેતુ અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયની સમસ્યાઓ પ્રત્યે અમેરિકન સાંસદોનું ધ્યાન દોરવાનો હતો. આ કોન્ફરન્સને ‘અમેરિકન ફોર હિંદુઝ’ નામ આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, સંમેલનની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થનાથી થઈ હતી. આ દરમિયાન રોમેશ જાપરાએ કહ્યું કે અમારા હિંદુ મૂલ્યો અમેરિકી બંધારણ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે, તેઓ ભગવદ ગીતા સાથે ગુંજી ઉઠે છે. તેથી અમે હિંદુ અમેરિકન્સનો અવાજ ઉઠાવવા માટે સમર્પિત છીએ.
Advertisement
Advertisement
હિન્દુ સંમેલનના આયોજનનો હેતુ
આ હિંદુ સંમેલનના સ્થાપક અને અધ્યક્ષ રોમેશ જાપરાએ જણાવ્યું કે આ સંમેલન પ્રથમ વખત થઈ રહ્યું છે. રાજકીય ભાગીદારી માટે હિન્દુ અમેરિકન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણો સમુદાય સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક અને અન્ય તમામ ક્ષેત્રો સહિત ઘણાં ક્ષેત્રોમાં સક્રિય છે, પરંતુ રાજકારણમાં આપણે ઘણાં પાછળ છીએ. અમેરિકન ફોર હિંદુઝ કોન્ફરન્સનું આયોજન અમેરિકન ફોર હિંદુઝ પોલિટિકલ એક્શન કમિટી દ્વારા અન્ય 20 ડાયસ્પોરા સાથે મળીને કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ફ્લોરિડા, ન્યૂયોર્ક, બોસ્ટન, ટેક્સાસ, શિકાગો, કેલિફોર્નિયા વગેરે શહેરોમાંથી લગભગ 130 ભારતીય અમેરિકન નેતાઓ ભાગ લેશે.
‘ ભારતીય સમુદાય રાજકીય રીતે પછાત’
જાપરાએ કહ્યું કે અમારા સમુદાયમાં ઘણા સારા વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને બુદ્ધિજીવી લોકો છે. પરંતુ, રાજકારણમાં અમને જોઈએ એટલી સફળતા મળી નથી. તેથી આ પહેલીવખત અમે સૌ હિંદુ અમેરિકન નેતાઓ અને 20 અલગ-અલગ સંગઠનો એકસાથે જોડાયા છીએ. અમેરિકી સંસદના સ્પીકર કેવિન મેકકાર્થી અને ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટીના અન્ય ઘણાં નેતાઓ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે જેથી આપણા નેતાઓ અને ભાવિ પેઢીઓ પણ રાજકારણમાં સક્રિયપણે ભાગ લઈ શકે.
પીએમ મોદી પાસેથી પ્રેરણા મળી
જાપરાએ કહ્યું કે તેઓ પીએમ મોદીની આગામી યુએસ મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમની પાસે ભારતને વિશ્વના નકશા પર મૂકવાની શક્તિ છે. તેઓ ઘણું કરવા માટે સક્ષમ છે અને અમને તેમનાથી પ્રેરણા મળે છે.
Advertisement