દિલ્હી: કેન્દ્ર સરકારે આજે ખાંડની નિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. દેશમાં ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર 2023 પછી પણ ચાલુ રહેશે. તેમાં કાચી ખાંડ, શુદ્ધ ખાંડ, સફેદ ખાંડ અને ઓર્ગેનિક ખાંડનો સમાવેશ થાય છે. તહેવારોની સિઝનમાં ખાંડના ભાવમાં વધારો થવાને કારણે સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે.
Advertisement
Advertisement
DGFTએ જાહેરનામું બહાર પાડ્યું
ડીજીએફટીના જાહેરનામા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. જોકે, DGFTના નોટિફિકેશનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુરોપિયન સંઘ અને અમેરિકા આ પ્રતિબંધ હેઠળ આવતા નથી અને તેમની નિકાસ ચાલુ રહેશે. આ CXL અને TRQ ક્વોટા હેઠળ કરવામાં આવી રહ્યું છે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય તમામ બાબતો અને નિયમો યથાવત રહેશે. માત્ર કાચી ખાંડ, શુદ્ધ ખાંડ, સફેદ ખાંડ અને ઓર્ગેનિક ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારે સુગર કંપનીઓને પણ આદેશ આપ્યો
ખાંડના ભાવમાં તાજેતરના ઉછાળાને પગલે, સરકારે ખાંડ કંપનીઓને 12 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ઉત્પાદન, ડિસ્પેચ, ડીલર, રિટેલર અને વેચાણ ડેટા પહોંચાડવાનો આદેશ આપ્યો હતો. જો તેમ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ખાંડ મિલોને 10 નવેમ્બર સુધીમાં NSWS પોર્ટલ પર નોંધણી કરાવવા માટે પણ સૂચના આપી છે.
ખાંડના ભાવ આસમાને પહોંચ્યા
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના તાજેતરના અહેવાલ મુજબ, જાણમાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે ખાંડની કિંમત સપ્ટેમ્બરમાં એટલા ઊંચા સ્તરે પહોંચી ગઈ છે કે તે લગભગ 13 વર્ષમાં સૌથી વધુ છે. સંગઠનનું કહેવું છે કે ભારત અને થાઈલેન્ડમાં અલ નીનોના કારણે શેરડીના પાકને પણ અસર થઈ, જેની અસર ખાંડના ભાવ પર પડી છે. સરકારના આ પગલાથી વધતી કિંમતો પર કાબૂ મેળવી શકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement