ભારતીય સેનામાં બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ પાસે હવે માત્ર એક જ યુનિફોર્મ હશે. અત્યાર સુધી તેમનો યુનિફોર્મ પેરેન્ટ કેડર પ્રમાણે અલગ-અલગ રહેતો હતો.
સમાચાર એજન્સી એએનઆઈએ એક રિપોર્ટમાં ટાંક્યું છે કે હવે અધિકારીઓના પેરેન્ટ કેડરને ધ્યાનમાં લીધા વિના, તેમનો યુનિફોર્મ સમાન હશે.
તાજેતરમાં આયોજિત આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં આ અંગે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં એ પણ લખાયું છે કે, ફ્લેગ રેન્ક (બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના)ના વરિષ્ઠ અધિકારીઓના હેડગિયર, સૈનિક રેન્કનો બેજ, બેલ્ટ અને શૂઝ સમાન હશે.
સામાન્ય યુનિફોર્મ કેવો હોવો જોઈએ, તે નક્કી કરવામાં આવી રહ્યું છે. હવે આ અધિકારીઓ કોઈપણ પ્રકારનો કમરબંધ પહેરશે નહીં. આ ફેરફારો આ વર્ષે ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. કર્નલ અને તેનાથી નીચેના રેન્કના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Advertisement