રશિયા સાથેના યુદ્ધ વચ્ચે મંગળવારે યુક્રેનનો સૌથી મોટો ડેમ કાખોવકા નષ્ટ થઈ ગયો. રોઈટર્સના અહેવાલ મુજબ ડેમનું પાણી યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયું છે. પૂરના ભયને કારણે આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ખરસોન વિસ્તારને પણ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, 80 ગામોમાં પૂરનો ખતરો છે. આ ગામો માટે આગામી 5 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement
ઉત્તર યુક્રેનમાં નાઈપર નદી પર બનેલો કાખોવકા ડેમ રશિયાના કબજા હેઠળના પ્રદેશમાં છે. રશિયન સેનાએ યુક્રેનના હુમલામાં તે નાશ પામ્યો હોવાની વાત કરી છે. યુક્રેનના ઉત્તર કમાન્ડના સૈન્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું કે ડેમ પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ડેમ તૂટવાને કારણે વિનાશની આશંકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સકીએ પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
નાઈપર નદી પર બનેલો કાખોવકા ડેમ 3.2 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. તે સોવિયેત શાસન દરમિયાન 1956 માં બનાવવામાં આવ્યો હતો. આ ડેમમાંથી જ ક્રિમિયા અને ઝપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટને પાણી પૂરું પાડવામાં આવે છે. નોવા કાખોવકાના મેયર વોલોદિમિર કોવાલેન્કોએ કહ્યું કે આ વિસ્તારમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલય, થિયેટર, કાફે અને રમતના મેદાનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં મંગળવારે રશિયા અને યુક્રેન સામ-સામે આવ્યા હતા. રશિયા વર્ષોથી યુક્રેનિયન અલગતાવાદીઓને સમર્થન આપી રહ્યું હોવાનો યુક્રેનનો આરોપ છે. તેના કારણે યુક્રેનમાં હુમલા થાય છે. આ સમગ્ર મામલે હેગમાં બંને દેશોએ પોતાની તરફેણમાં દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન, યુક્રેને રશિયાને આતંકવાદી દેશ ગણાવ્યો હતો અને તેને સમર્થિત અલગતાવાદીઓ પર 2014 માં મલેશિયન એરલાઇનના વિમાનને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
Advertisement