રશિયન પ્રવકતાઓનું કહેવું છે કે મધ્યરાત્રિએ યુક્રેનથી ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત છે
Advertisement
Advertisement
રાત્રે યુક્રેનથી ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે ડ્રોન તોડી પડાયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનું કહેવું છે કે પુતિનને મારવા માટે યુક્રેને રાષ્ટ્રપતિ નિવાસ ક્રેમલિન પર બે ડ્રોન વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી. પણ તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. રશિયાએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર ગઈકાલે રાત્રે બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે યુક્રેન દ્વારા બનાવેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયામાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે
ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પુતિનને આમાં કોઈ નુકસાન થયું નથી. અમને બદલો લેવાનો અધિકાર છે. ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે.
હુમલા બાદ પુતિન હવે બંકરમાંથી કામ કરશે
ક્રેમલિન મીડિયા પ્રમાણે, આ હુમલા બાદ પુતિન નોવો-ઓગેરેવો સ્થિત તેમના નિવાસસ્થાનમાં બનેલા બંકરમાં જતા રહ્યા છે.
હાલ તો રશિયા યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ ડ્રોન હુમલા છતાં રશિયામાં 9 મેના રોજ યોજાનારી પરેડને મોકૂફ રાખવામાં આવશે નહીં. તે જ સમયે, મોસ્કોના મેયરે ડ્રોનની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે.
રશિયાના પ્રવકતાએ કહ્યું હતું કે અમે પણ ડ્રોન હુમલો કરીશું. રશિયાના રાષ્ટ્રપતિ ભવનના પ્રેસ સેક્રેટરીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે જ્યારે પણ અને જ્યાં પણ રશિયાને હુમલો કરવાની તક મળશે, તે હિસાબ બરોબર કરશે. રશિયાનું કહેવું છે કે તે આતંકવાદનું સુનિયોજિત કાવતરું હતું, જેનો હેતુ પુતિનની હત્યા કરવાનો હતો.
યુક્રેને આ હુમલાને વખોડ્યો
પુતિનની હત્યાનું ષડયંત્ર રચવાના રશિયાના આરોપો પર યુક્રેનના પ્રવકતાનું કહેવું છે કે તેમની પાસે આ અંગે કોઈ માહિતી નથી. યુક્રેને આ હુમલામાં પોતાની સંડોવણી નથી તેમ જણાવ્યું છે.
Advertisement