ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેનો અકસ્માતનો ભોગ બની છે. 6 જૂનના રોજ સાંજે 7.30 વાગ્યે રેલવે યાર્ડમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
Advertisement
Advertisement
એક દિવસમાં બે અકસ્માત
આ ઘટનાના બરાબર ત્રણ કલાક પછી એટલે કે રાત્રે 10.30 વાગ્યે, ભેડાઘાટ નજીક ભીટોની ખાતે ગેસ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. એક જ દિવસમાં બે મોટા ટ્રેન અકસ્માત બાદ રેલવે વિભાગમાં ફરી હલચલ મચી ગઈ છે. અકસ્માતની જાણ થતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે માહિતી મુજબ બંને ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મેઈન લાઈન પર અન્ય ટ્રેનોની અવરજવરને કોઈ અસર થઈ નથી.
દુર્ઘટના પછી, પશ્ચિમ મધ્ય રેલ્વેએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જબલપુરમાં ગેસ ફેક્ટરીની અંદર એલપીજીથી ભરેલી ગુડ્ઝ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, તેને લીધે મુખ્ય લાઇનની અવરજવરને કોઈ અસર થઈ નથી. મુખ્ય લાઇન પર ટ્રેનોની અવરજવર સામાન્ય છે. અધિકારીઓની હાજરીમાં સવારે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાઈડિંગ માલિક દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર જારી કરવામાં આવશે.
Advertisement