આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારની વહેલી સવારે બારામુલામાં બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ ચાલી રહી છે.
Advertisement
Advertisement
આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો
આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓ સ્થાનિક છે અને તેમને બારામુલાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત દળ દ્વારા પકડવામાં આવ્યા છે. ઓલ્ડ ટાઉનમાં લશ્કર-એ-તોયબાના બે નવા આતંકવાદીઓ નજરે પડવાની જિલ્લા પોલીસને મળેલી માહિતીના આધારે આ નાકાબંધી કરવામાં આવી હતી. નાકા પાર્ટીએ આજે વહેલી સવારે બે યુવાનોને શંકાસ્પદ હાલતમાં ફરતા જોયા હતા. ત્યાં તૈનાત જવાનોએ બંને યુવકો પર ચાંપતી નજર રાખી અને તેમને આગળ આવવા દીધા. પરંતુ બંને યુવકોએ નાકાબંધી જોઈને તરત જ પાછળ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આતંકવાદીઓ પાસેથી ઘાતક હથિયારો ઝડપાયા
નાકા પર તૈનાત જવાન અગાઉથી જ તૈયાર બેઠા હતા. તેમણે બંનેનો પીછો કર્યો અને બંનેને ભાગવાની તક આપ્યા વગર પકડી લીધા. બંનેની ઘટના સ્થળ પર જ તલાશી લેવામાં આવી. આ દરમિયાન તેમની પાસેથી એક પિસ્તોલ, એક મેગઝિન, ચાર કારતૂસ, એક ગ્રેનેડ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. બંને આતંકવાદીઓની ધરપકડ કરીને બારામૂલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની ઓળખ બંગલા બાગ બારામૂલાના રહેવાસી ફૈસલ મજીદ ગનઈ અને બાગ એ ઈસ્લામ ઓલ્ડ ટાઉનના રહેવાસી નૂર ઉલ કામરાન ગનઈ તરીકે થઈ હતી.
15મી ઓગસ્ટે ટાર્ગેટ કિલિંગનું કામ
પ્રાથમિક પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે તેઓ થોડા સમય પહેલા જ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબામાં સક્રિય થયા હતા. તેમને તેમના હેન્ડલર દ્વારા ઓલ્ડ ટાઉનના એક ચોક્કસ સ્થળેથી હથિયારો લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમને 15 ઓગસ્ટ પહેલા બારામૂલા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલા કરવા ઉપરાંત કાશ્મીરી હિંદુઓ અને અન્ય લઘુમતીઓના ટાર્ગેટ કિલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.
Advertisement