ન્યૂયોર્કની એક અદાલતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન દૂર્વ્યવહાર માટે દોષિત ઠેરવ્યા છે.
Advertisement
Advertisement
એક મેગેઝિનની લેખિકા ઈ. જીન કેરલે તેમના પર 1990માં તેમના યૌન દૂર્વ્યહાર કરવા અને તેમને જૂઠ્ઠા ગણાવીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટે કેરલને ક્ષતિપૂર્તિના રૂપમાં 50 લાખ ડોલર આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે, કોર્ટે ટ્રમ્પને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કેરલનો રેપ કર્યા હોવાના જવાબદાર ગણાવ્યા નથી કેમ કે આ કેસ સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો હતો ન કે ક્રિમિનલ કોર્ટમાં.
બે સપ્તાહ સુધી મેનહેટન ફેડરલ કોર્ટમાં ચાલી તેમની સુનાવણીમાં ટ્રમ્પ હાજર રહ્યાં નહતા અને તેમને આ આરોપોને ફગાવી દીધા હતા.
પત્રકારોનું કહેવું છે કે આગામી વર્ષ અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની ટ્રમ્પની યોજનાને આ મામલે મોટો ઝાટકો લાગી શકે છે.
ટ્રમ્પે એક નિવેદન બહાર પાડ્યું
કોર્ટે કેરોલને $5 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી ટ્રમ્પે બદનક્ષી માટે $3 મિલિયન અને ગેરવર્તણૂક માટે $2 મિલિયન ચૂકવશે, જેમાં તેણે 90 ના દાયકામાં આચર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે ‘મને બિલકુલ ખબર નથી કે આ મહિલા કોણ છે. આ નિર્ણય અપમાન સમાન છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ટ્રમ્પ વિરુદ્ધ આ એક ‘અભિયાન’ છે, આ એક રાજકીય રીતે પ્રેરિત નકલી કેસ છે. ટ્રમ્પની ટીમે કહ્યું છે કે તે આ નિર્ણય સામે અપીલ કરશે.
Advertisement