મુંબઈઃ એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગઈકાલે ઈમેલ દ્વારા મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે.
Advertisement
Advertisement
મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી!
ધમકીભર્યા ઈમેલમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.” આ ધમકી મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારીની ફરિયાદના આધારે, મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને મુકેશ અંબાણી
ફોર્બ્સ ઈન્ડિયા દર વર્ષે ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરે છે. આ યાદીમાં ભારતના મુકેશ અંબાણી ફરી એકવાર 92 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તાજેતરમાં જહુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, આ યાદીમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મુકેશ અંબાણીની સંપત્તિ દર વર્ષે ચાર ગણી વધી છે. 2014માં અંબાણીની સંપત્તિ 1,65,100 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને લગભગ 8,08,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
Advertisement