નેધરલેન્ડમાં એક ચોંકાવી દે તેવી ઘટના ધ્યાને આવી છે. એક શખ્સ ડ્રિન્ક કરીને ગાડી ચલાવતો હતો. પોલીસે તેના ડ્રાઈવિંગ લાયસન્સની તપાસ કરી તો તે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનના નામનું નીકળ્યું હતું.
આ ડ્રાઈવર યુક્રેની નાગરિક હતો જેના લાયસન્સ પર બોરિસ જોન્સનનો ફોટો હતો એટલું જ નહીં જન્મ તારીખ પણ વડાપ્રધાનની સાચી લખેલી હતી.
ગત રવિવારના રોજ સામે આવેલી ઘટનામાં નેધરલેન્ડના નોર્ધન શહેર ગ્રોનિંગનમાં એમ્મા બ્રિજ પાસે એક કાર થાંભલા સાથે ટકરાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે જોયું કે ટક્કર પછી કારમાં કોઈ ન હતું.
ત્યાર બાદ કારચાલક પૂલ પર ઊભેલો જોવા મળ્યો હતો. આ શખ્સ પાસે પહોંચીને પોલીસે ઓળખ બતાવવાનું જણાવતા ઓળખકાર્ડ બતાવાની ના કહી દીધી હતી. દારુ પીધો હોવાનો ટેસ્ટ પણ કરાવવા માગતો ન હતો. છેવટે 35 વર્ષના આ શખ્સની ધરપકડ કરાઈ અને કારની તપાસ કરાતા ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યું જેના પર બોરિસ જોન્સન લખેલું હતું.
ગ્રોનિંગન પોલીસે આ ઓળખ કાર્ડ ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે.
Advertisement