ભારત-ચીન સીમા પર સતત તણાવ વધી રહ્યો છે. આમ તો ચીનની પીપલ્સ લિબરેશન પાર્ટીના આવ્યા પછી સંખ્યાબંધ ભારતીય સીમામાં ઘુસણખોરીના બનાવો બનતા રહ્યા છે પરંતુ હમણાં હમણાં ભારતીય સેનાએ આ ઘૂસણખોરી અટકાવવા ચીની સરહદ પર સતત સેના અને શસ્ત્રોનો વધારો ચાલુ રાખ્યો છે.
Advertisement
Advertisement
ભારતીય સેના અને એરફોર્સના સંયુક્ત ઉપક્રમે હમણાં ‘વાયુ પ્રહાર’ ક્વાયત કરવામાં આવી હતી અને જેમાં બોફોર્સ ટોપ, ફીલ્ડ ગન, આર્ટિલરી, ધનુષ, સારંગ, પિનાક અને મલ્ટિ લોંચ રોકેટ ઉપરાંત કે-9 વજ્ર સાથે ભારતીય સેનાએ ક્વાયત કરી હતી.
છેલ્લા કેટલાંક સમયથી ભારતી-ચીન બોર્ડર પર તવાંગથી લઈને છેક લદાખ સુધી દરેક જગ્યાએ ચીન આર્મીની હરકતો જોવા મળી રહી છે. જેના જવાબમાં ભારતીય સેનાએ પોતાની આર્મી અને શાસ્ત્રો વધારવા અને વધુ પ્રેક્ટિસ ચાલુ કરી છે.
છેલ્લા ચાર વર્ષથી ભારત-ચીન સરહદની નજીક કોલોની બનાવવી, અચાનક સરહદ નજીક બાંધકામ કરવા અને ચીન આર્મીની હરકતો જોતાં ભારતીય સેનાએ પણ અનેકવાર વળતા જવાબો આપ્યા છે.
હાથાપાઈથી લઈને ફાંયરિંગની ઘટનામાં અનેક ચીની સૈનિકોને પાછા ખદેડી દેવામાં સફળ ભારતીય સેનાએ અનેકવાર ચીનને ચેતવણી આપી છે.તેમ છતાં અવારનવાર ભારતીય ભૂમિને પોતાનામાં ભેળવી દેવાની વર્ષો જૂની ચીની વૃત્તિ હજુ પણ બરકરાર છે.જેના જવાબમાં ભારતીય સેનાએ ચીની સરહદ પર તણાવ વધતા જવાબમાં વધુ એક્ટિવિટી થકી જવાબ આપ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સરહદ પર સતત ચીન દ્વારા કોઈને કોઈ બંધકામ દ્વારા ભારતીય સીમા ઊલ્લંઘનના બનાવો બનતા જાય છે.
Advertisement