રશિયામાં ફસાયેલા મુસાફરોને લઈને ઉપડેલી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ગુરુવારે બપોરે 12.37 (IST) સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ટેક્નિકલ ખામીના કારણે એર ઈન્ડિયાની દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઈટને મંગળવારે રશિયાના મગદાન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ત્યારથી 216 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બર રશિયામાં ફસાયેલા હતા. એર ઈન્ડિયાએ બુધવારે જ તેમને તેમને તેમના ગંતવ્ય સુધી લઈ જવા માટે ફેરી ફ્લાઈટ રવાના કરી દીધી હતી.
Advertisement
Advertisement
એર ઈન્ડિયાએ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-173 8 જૂને સ્થાનિક સમય અનુસાર સવારે 10.27 વાગ્યે મગદાનથી સાન ફ્રાન્સિસ્કો જવા રવાના થઈ હતી અને તે 12.15 વાગ્યા સુધીમાં સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પહોંચવાની અપેક્ષા છે. એરલાઈને જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાએ મુસાફરોના પ્રસ્થાનને ઝડપી બનાવવા માટે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર વધારાની મદદની સુવિધા ઉભી કરી છે જેથી આગમન સમયે તમામ મુસાફરોની ક્લિયરન્સની ઔપચારિકતા વહેલી તકે પૂર્ણ થાય.
આ ટ્વીટમાં જ કહેવામાં આવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર હાજર ટીમ યાત્રીઓની દરેક રીતે મદદ કરવા માટે તૈયાર છે. માત્ર તબીબી સંભાળ માટે જ નહીં પરંતુ તેમની પરિવહન જરૂરિયાતો અને ફોલો-અપ સપોર્ટ માટે પણ તેઓ તૈયાર છે.
એર ઈન્ડિયાએ અગાઉ તેના નિવેદનમાં કહ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને ‘હોટલમાં રહેવાની વ્યવસ્થા’ કરવામાં આવી છે. પરંતુ બુધવારે એર ઈન્ડિયાએ કહ્યું હતું કે ‘માળખાકીય અવરોધો’ને કારણે તેમને કામચલાઉ આવાસોમાં ઉતારો આપવાની ફરજ પડી હતી.
અગાઉ મંગળવારે, દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ AI-173ના એક એન્જિનમાં મધ્ય-હવામાં સમસ્યા સર્જાઈ હતી. તેને પગલે તેને રશિયાના મગદાન એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.
મગદાન ઓખોત્સ્ક સમુદ્રના કિનારે ઉત્તર-પૂર્વ રશિયામાં આવેલું છે અને મગદાન ઓબ્લાસ્ટના વહીવટી કેન્દ્ર હેઠળ આવે છે. મગદાન બંદર શહેર મોસ્કોથી લગભગ 10,167 કિલોમીટરના અંતરે આવેલું છે. મોસ્કોથી હવાઈ માર્ગે મગદાન પહોંચવામાં લગભગ સાત કલાક 37 મિનિટ લાગે છે
Advertisement