દિલ્હી: કુસ્તીબાજો યૌન શોષણના આરોપમાં ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે તેમને હજુ સુધી બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી. તેઓ 15 દિવસમાં કોર્ટમાં તેમનો રિપોર્ટ દાખલ કરશે. તે ચાર્જશીટ અથવા આખરી અહેવાલ હોઈ શકે છે. કુસ્તીબાજોના દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવો મળ્યો નથી.
Advertisement
Advertisement
બીજી તરફ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ફરી એક કાર્યક્રમને સંબોધતા સિંહે ફરી એકવાર કુસ્તીબાજોને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું, ” મેં કહ્યું હતું કે મારા પર એક પણ આરોપ સાબિત થશે તો હું મારી જાતે ફાંસી પર લટકી જઈશ. આજે પણ હું એ જ વાત પર અડગ છું. ચાર મહિના થઈ ગયા, તેઓ મને ફાંસી થાય તેમ ઈચ્છે છે, પરંતુ સરકાર મને ફાંસી આપી રહી નથી, તેથી તેઓ (કુસ્તીબાજો) તેમના મેડલ ગંગામાં પધરાવવા જઈ રહ્યા છે. મારા પર આરોપ લગાવનારાઓ , ગંગામાં મેડલ ફેંકવાથી બ્રિજ ભૂષણને ફાંસી આપવામાં આવશે નહીં. જો તમારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આપો અને કોર્ટ મને ફાંસી આપે તો તે મને સ્વીકાર્ય છે.
WFI વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નિવેદન પર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે તેમની પાછળ સરકાર, સત્તાધારી પાર્ટી અને મોદીની શક્તિ છે. તેમણે મોદીના જોર પર અમારી માતાઓ અને બહેનો સાથે જે જાતીય શોષણ કર્યું છે તેની તેમને પરવા નથી. આપણી બહેનો અને દીકરીઓ વૈશ્વિક મંચ પર પોતાની તાકાત બતાવીને આપણા દેશને ગૌરવ અપાવે છે… આજે જ્યારે એ દીકરીઓએ અપમાનના કારણે આંદોલનો શરૂ કર્યા છે ત્યારે તેઓ અપમાન કરનારાઓની તરફેણ કરીને અને તમામ ફરિયાદોને ફગાવી દઈને આપણી દીકરીઓનું અપમાન કરી રહ્યા છે.
બીજી બાજુ દિલ્હી પોલીસના દાવા પર નિશાન સાધતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દિલ્હી પોલીસે કહી દીધું કે તેમની પાસે પુરાવા નથી. જ્યારે CAAનો વિરોધ થઈ રહ્યો હતો, જ્યારે શાહીન બાગ થઈ રહ્યું હતું, ત્યારે બધા બેસીને તમાશો જોઈ રહ્યા હતા. જ્યારે ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે બધા બેસીને તમાશો જોતા હતા. હવે જુઓ શું થઈ રહ્યું છે. હવે કુસ્તીબાજોના મુદ્દે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારે જ માહિતી આપવી પડશે.
Advertisement