દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડાયરેક્ટર અરુણ કુમાર સિંહાનું બુધવારે સવારે નિધન થયું છે. 61 વર્ષીય સિંહાને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. SPG દેશના વડાપ્રધાનોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. કેરળ કેડરના 1987 બેચના આઈપીએસ અધિકારી સિંહાને તાજેતરમાં એસપીજીના ડિરેક્ટર તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
અરુણ કુમાર સિંહાને લીવરની તકલીફ હતી અને 4 સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ કુમાર સિંહા માર્ચ 2016થી એસપીજી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. SPGની જવાબદારી વડાપ્રધાન અને પૂર્વ પીએમની સુરક્ષા સંભાળવાની હોય છે.
તેઓ કેરળમાં પોલીસ મહાનિદેશક (વિશેષ સેવાઓ અને ટ્રાફિક) તરીકે રહી ચૂક્યા છે. આ પછી જ તેમને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે એક વર્ષ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં પણ સેવા આપી હતી. એકે સિન્હાએ દેશભરના પોલીસ દળોમાંથી પસંદ કરાયેલા લગભગ 3000 ક્રેક કમાન્ડોની ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
ઝારખંડમાં શિક્ષણ મેળવ્યું
જણાવી દઈએ કે એકે સિન્હાએ ઝારખંડમાં શિક્ષણ મેળવ્યું હતું. અહીંથી તેઓ કેરળ પોલીસમાં IPS તરીકે તૈનાત થયા હતા. અહીં તેમણે ડીસીપીથી લઈને કમિશનર, આઈજી અને ઈન્ટેલિજન્સ ઉપરાંત એડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ હોદ્દા પર પણ કામ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે SPGની રચના 1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિધન બાદ કરવામાં આવી હતી. 1988માં SPG એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. સિન્હા પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા.
Advertisement