અમેરિકા અને ચીને અંતરીક્ષમાં જ યુદ્ધની તૈયારીઓ શરૃ કરી દીધી છે. આ સ્થિતિ વચ્ચે ભારતીય એરફોર્સના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ કહ્યું કે, ભારતને પણ ભવિષ્યમાં અંતરીક્ષ આધારિત આક્રમક હથિયારોની ખાસ જરૂર પડશે. તેમણે અંતરીક્ષમાં વધી રહેલી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને દેશ માટે એક પૂર્ણ સૈન્ય અંતરીક્ષ સિદ્ધાંતનું પણ આહવાન કર્યું હતું. એરફોર્સના પ્રમુખે કહ્યું હતું કે, દુનિયાના કેટલાક વિકસિત દેશોનું ધ્યાન અંતરીક્ષ પર રહેલું છે. ચીન જેવા દેશો અંતરીક્ષનો ઉપયોગ માક્ષ જાસૂસી, ગુપ્ત માહિતી મેળવવા માટે જ કરી રહ્યા નથી પણ સાથે સાથે તેઓ ઘાતક અંતરીક્ષ અને જવાબી હુમલા કરવા તરફ પણ આગળ વધી રહ્યા છે અને તેને લીધે અમેરિકા જેવા દેશો પણ ભયમાં મુકાયા છે. એરફોર્સ ચીફની સાથે સાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જનરલ અમિલ ચૌહાણે પણ ભારતને અંતરીક્ષ ક્ષેત્રમાં રક્ષાત્મક અને આક્રામક એમ બન્ને પ્રકારની ક્ષમતાઓ વિકસીત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
Advertisement
Advertisement
Advertisement