ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ પર કાર્યવાહી કરીને, આર્મી, બીએસએફ અને પોલીસની સંયુક્ત ટીમે 15 થી 18 ઓગસ્ટ સુધી કુપવાડાના માછિલ સેક્ટરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Advertisement
Advertisement
સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં પાંચ એકે રાઈફલ, સાત પિસ્તોલ, ચાર હેન્ડ ગ્રેનેડ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.
Op Machhal Prahaar II #Machhal, #Kupwara
Joint Operation launched by #IndianArmy, @BSF_Kashmir and @JmuKmrPolice in #Machhal Sector #Kupwara from 15-18 Aug 23 based on Intelligence inputs by various agencies of likely presence of a cache of war like stores.
Huge cache of arms… pic.twitter.com/ZZqGa91rLF
— Chinar Corps? – Indian Army (@ChinarcorpsIA) August 18, 2023
સોપોરમાં લશ્કર-એ-તોયબાને મદદ કરનારા બેની ધરપકડ
બીજી તરફ ઘાટીના સોપોર જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે OGWS (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી પિસ્તોલ અને ગ્રેનેડના આઠ રાઉન્ડ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આતંકીઓને મદદ કરનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજૌરી એન્કાઉન્ટરમાં ઘાયલ બીજા આતંકીનો મૃતદેહ મળ્યો
જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના ગુંદા ખવાસમાં 14 દિવસ પહેલાં થયેલા એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા બીજા આતંકવાદીનો મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. એડીજીપી જમ્મુ મુકેશ સિંહે કહ્યું કે આતંકવાદીનો મૃતદેહ રાજૌરી અને રિયાસી જિલ્લાની સીમા પરથી મળી આવ્યો છે. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે રાજૌરીના ગુંદા ખવાસ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોનું બે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. તેમાં એક આતંકી માર્યો ગયો હતો, જ્યારે બીજો ઘાયલ થયો હતો. તે ગાઢ જંગલનો લાભ લઈને અથડામણના સ્થળેથી નાસી જવામાં સફળ રહ્યો હતો.
Advertisement