સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સિસોદિયા વિરુદ્ધ કરવામાં આવી રહેલી તપાસના મામલામાં ચુકાદો સંભળાવ્યો હતો.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી છથી આઠ મહિનામાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો સુનાવણી ધીમી ગતિએ થશે તો મનીષ સિસોદિયા પછીથી ફરી જામીન માટે અરજી કરી શકે છે.
8 મહિનામાં કેસ પૂરો કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે ભલે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હોય, પરંતુ કોર્ટે સિસોદિયા સામેનો કેસ 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે, તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન માટે અરજી કરવા માટે હકદાર બનશે. ઉલ્લેખનીય છે કે સિસોદિયાએ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ કેસમાં જામીન માંગ્યા છે. એક કેસ સીબીઆઈ દ્વારા અને બીજો કેસ ઈડી દ્વારા નોંધવામાં આવ્યો છે.
સીબીઆઈએ 27 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લગભગ 8 કલાકની પૂછપરછ બાદ 27 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ શરાબ કૌભાંડમાં ધરપકડ કરી હતી. CBIએ AAP નેતાની ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમ 7 હેઠળ ગુનાહિત કાવતરું ઘડવા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ પહેલા પણ સીબીઆઈએ તેમની બે વખત પૂછપરછ કરી હતી.
Advertisement