રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો છે. અહેવાલો અનુસાર, પુતિન રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે તેમના બેડરૂમના ફ્લોર પર બેભાન થઈને પડી ગયા હતા. જ્યારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિના રૂમના ફ્લોર પર કંઈક અથડાવાનો અવાજ સાંભળ્યો તો તેઓ તરત જ રૂમમાં પહોંચી ગયા હતા.
Advertisement
Advertisement
સતત કથળતી રશિયાના રાષ્ટ્રપતિની તબિયત
તાજેતરના વર્ષોમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત સતત બગડી રહી છે. આ પહેલા પણ કેટલાંક વીડિયોમાં ભાષણ આપતી વખતે તેમના હાથ ધ્રૂજતા જોવા મળ્યા હતા અને ક્યારેક તે નબળા જણાતા હતા. ગયા વર્ષે યુક્રેન પર આક્રમણ શરૂ થયું ત્યારથી ઘણાં મીડિયા અહેવાલો આવ્યા છે કે 71 વર્ષીય રશિયન રાષ્ટ્રપતિની તબિયત સતત કથળી રહી છે.
Advertisement