ક્રેમલિન પર ગઈકાલે થયેલા ડ્રોન હુમલાને આગળ ધરીને રશિયા હવે યુક્રેનને તબાહ કરવાની ફિરાકમાં છે. બંને દેશો વચ્ચેની સ્ફોટક સ્થિતિને દુનિયા અધ્ધર શ્વાસે જોઈ રહી છે અને તેમાં પણ રશિયાએ હવે પશ્ચિમ હિસ્સામાં આવેલા બે એરબેઝ પર ન્યુક્લિયર મિસાઈલો તૈનાત કરી દેતા વૈશ્વિક સરકારોમાં ચિંતા ઘેરી બની છે.
રશિયન સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સની હિલચાલ પણ શરુ થઈ ગઈ છે. રશિયન આર્મીમાં સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સ પરમાણુ હથિયારો પર દેખરેખ રાખે છે અને તેનુ સંચાલન કરે છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ગઈકાલે પહેલી વખત ક્રેમલિન પર હુમલો થયો હતો અને તેના કારણે અકળાયેલા રશિયાએ હવે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીને જ ખતમ કરી નાંખવાની ધમકી આપી છે.
Advertisement