1 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સ અમરનાથ યાત્રાના કાફલા પર પુલવામા જેવા આતંકી હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે, આ માટે પીઓકેમાં ઘણાં દિવસોથી સતત બેઠકો ચાલી રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સરહદ પારના આતંકવાદી તાલીમ શિબિરોમાં આતંકી હુમલા માટે આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે પાકિસ્તાની સેનાના અધિકારીઓ!
આ આતંકીઓને પુલવામા જેવા આતંકી હુમલા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાને તેના ટ્રેનિંગ કેમ્પને સક્રિય કરી દીધો છે અને કેટલાક આતંકવાદીઓ ટ્રેનિંગ લઈને લોન્ચ પેડ પર પહોંચી ગયા છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી બીજી એક ખાસ માહિતી મળી છે કે આ આતંકવાદીઓને પાકિસ્તાન આર્મીના કમાન્ડો દ્વારા ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને પાકિસ્તાની સેનાના કર્નલ-બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ આ ટ્રેનિંગ કેમ્પ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. તેમાં અલગ-અલગ આતંકવાદી સંગઠનોના આતંકીઓ ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.
યાત્રીઓના કાફલા દરમિયાન અન્ય કોઈ વાહન પસાર નહીં થાય
બીજી તરફ સૂત્રો પાસેથી મળતી અન્ય એક મહત્વની માહિતી એ છે કે સુરક્ષા એજન્સીઓની આંતરિક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે જ્યારે અમરનાથ યાત્રીઓનો કાફલો જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થશે ત્યારે અન્ય કોઈ વાહન કાફલામાં જોડાઈ શકશે નહીં. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
NDRFની ટીમ તૈનાત
અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને NDRFએ પવિત્ર ગુફાના ઉપરના ભાગ માટે નિયમિત ફ્લાઈટ્સ અને આપત્તિ નિવારણ માટે ડોગ સ્ક્વોડની તૈનાતી સાથે સુરક્ષા તૈયારીઓ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યાત્રાની સલામતી સુનિશ્ચિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ડઝન ટીમોને 1 જુલાઈથી તૈનાત કરવામાં આવશે. NDRF એ આકસ્મિક પૂર અને “ગ્લેશિયલ” લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ને ટાળવા માટે તીર્થયાત્રી શિબિરોના નિર્માણ માટે સ્થળો નક્કી કરવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 8 જુલાઈના રોજ ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.
Advertisement