ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કર્યા બાદ સમગ્ર અમેરિકામાં ચોખાની અછત નોંધાઈ છે. ખાસ કરીને બિન-નિવાસી ભારતીયોને ચોખા મળવાનું મુશ્કેલ બની ગયું છે. અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા થઈ રહેલી ચોખાની ગભરાટભરી ખરીદીને ધ્યાનમાં રાખીને સ્ટોર્સના સંચાલકોએ ચોખાના વેચાણમાં મર્યાદા નક્કી કરી હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement
લોકોમાં અગાઉથી ચોખા ખરીદીને સંગ્રહ કરવાની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. તેવામાં વધતી માંગના જવાબમાં, ઘણાં સ્ટોર્સે ગ્રાહકો માટે ખરીદીમાં ચોખાની બેગની સંખ્યા પર નિયંત્રણો મૂકી દીધાં છે. અમેરિકાના ઘણાં સ્ટોર્સમાં એક પરિવાર દીઠ ચોખાની એક જ બેગ આપવામાં આવશે તેવી નોટિસો પણ મૂકાઈ હોવાનું જાણવા મળે છે.
લોકો અહીં-તહીં ભટક્યા, પણ ચોખા ન મળ્યા
અમેરિકાના અનેક સ્ટોર્સમાં ચોખાનો સ્ટોક ખાલી થઈ ગયાનું દર્શાવતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. યુએસમાં સ્થાનિક પટેલ બ્રધર્સ, અપના બજાર, લોટ્ટે પ્લાઝા અને અન્ય દક્ષિણ એશિયાઈ કરિયાણાની દુકાનોમાં ખૂબ તપાસ કરવા છતાં લોકોને પૂરતા પ્રમાણમાં ચોખાં મળતા ન હોવાના અહેવાલ છે. ગ્રાહકોને ઘણાં પ્રયત્નો પછી માત્ર એક બેગ ચોખા મળે તેવું બને છે. ચોખા ખરીદવા લોકો 10-12 સ્ટોર્સમાં ફરે પણ નિરાશા જ સાંપડે છે. જે ચોખા મળે છે તે સામાન્ય કરતાં ત્રણ ગણી કિંમતે મળે છે.
ભારતે આ માટે નિર્ણય લીધો
આગામી તહેવારો દરમિયાન ઘરેલું પુરવઠો વધારવા અને છૂટક કિંમતને અંકુશમાં રાખવા માટે ભારતે 20 જુલાઈએ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટોચના નિકાસકાર ભારતે દ્વારા નિયંત્રણો લગાવાયા પછી ભાવમાં વધારો થયો હતો. જે પહેલેથી જ પ્રતિકૂળ હવામાન અને વણસેલી પરિસ્થિતિઓમાં ઘેરાયેલા વૈશ્વિક ખાદ્ય બજારો પરના તણાવમાં વધારો કરે છે.
Advertisement