દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ધમકી અન્ય કોઈએ નહીં પરંતુ અગાઉ 200 કરોડ રૂપિયાની માંગણી કરીને બે ઈમેલ મોકલનારા અજાણ્યા વ્યક્તિએ આપી છે. તેણે ત્રીજા ઈમેલમાં, ખંડણીની રકમ વધારીને રૂ. 400 કરોડ કરી દીધી હતી, આમ એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે પહેલા 20 કરોડ ત્યારબાદ 200 કરોડ અને હવે 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે. ખતરાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે અંબાણીના દક્ષિણ મુંબઈ ખાતે આવેલા નિવાસસ્થાન એન્ટિલીયાની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે.
Advertisement
Advertisement
મુકેશ અંબાણીને ત્રીજી વખત ધમકી મળી
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં આ ત્રીજી વખત ધમકી મળી છે. છેલ્લાં ઈમેલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પહેલી ધમકીમાં 20 કરોડ માગ્યા હતા
આ અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ઈમેલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.
અંબાણીને ગયા વર્ષે પણ ધમકી મળી હતી
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીને આવી ધમકી મળી હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા ગયા વર્ષે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગાથી એક વ્યક્તિને ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી.
Advertisement