મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાંકીય નીતિ સમિતિની બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ હતી. સતત ચોથી વખત રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ બેઠક 4-6 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાંકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારી હોમ લોન, કાર લોન અને અન્ય વિવિધ લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
Advertisement
Advertisement
RBI ગવર્નરે બેંકોને આપી સલાહ
આરબીઆઈ ગવર્નરે બેંકો અને એનબીએફસીને તેમની મોનિટરિંગ સિસ્ટમને મજબૂત બનાવવાની સલાહ આપી છે. તેમણે બેંકોને તેમના વધારાના નાણાંનો ઉપયોગ લોન આપવા માટે કરવા જણાવ્યું છે.
RBI ગવર્નરે શું કહ્યું?
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની નાણાંકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠક બુધવારે શરૂ થઈ હતી. મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે RBIની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટને 6.50% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, વર્તમાન નાણાંકીય વર્ષ 2023-24 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.5% હોવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.6% રહેવાનો અંદાજ છે.
આ સિવાય RBI ગવર્નર દાસે કહ્યું કે 2023-24 માટે CPI ફુગાવો 5.4% રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એકંદર ફુગાવો ઘટીને 4.6% થયો છે, જ્યારે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 7.3% હતો.
છેલ્લી બેઠકમાં રેપો રેટ યથાવત રખાયો હતો
તમને જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં RBIની બેઠકોમાં રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો.
Advertisement