ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાંક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનું લક્ષ્ય કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) છે અને તેમણે પૂછ્યું છે કે શું સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે.
Advertisement
Advertisement
PLI સ્કીમની સફળતાના મોદી સરકારના દાવા પર ઉઠ્યા પ્રશ્નો
RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને અન્ય કેટલાક લેખકોએ સોશિયલ મીડિયાની નોંધમાં પ્રશ્ન કર્યો છે કે મૂળરૂપે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી મોદી સરકારની PLI યોજનાની સફળતાના પુરાવા શું છે ? તેમણે સવાલ કર્યો છે કે શું ભારત ખરેખર મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે લખ્યું કે દેશમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગના આંકડા જોયા પછી જેનો જવાબ આપવાની જરૂર છે તેવી ચિંતા થઈ રહી છે. કારણ કે આ યોજના મુખ્યત્વે દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી હતી.
ભારત મેન્યુફેક્ચરિંગ હબ ન બની શક્યુંઃ રઘુરામ રાજન
તેમની સંશોધન નોંધમાં, રઘુરામ રાજને લખ્યું છે કે ભારત જેવી અપેક્ષા રાખવામાં આવી હતી અને PLI યોજનાની શરૂઆત સમયે કરવામાં આવેલા મોટા મોટા વાયદા પ્રમાણે હજુ સુધી મોબાઈલ ફોનના ઉત્પાદન ક્ષેત્રે દિગ્ગજ બની શક્યું નથી. તેમની સાથે, વધુ બે લેખકો રાહુલ ચૌહાણ અને રોહિત લાંબાએ ઉલ્લેખ કર્યો છે કે આ યોજના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ ગઈ છે.
10 હજારની નોટ છાપવાની સલાહ આપી હતી
ઑક્ટોબર 2014માં RBIના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારને 5,000 અને 10,000 રૂપિયાની નોટો બહાર પાડવાનું સૂચન કર્યું હતું. તેની પાછળ રઘુરામ રાજનની દલીલ હતી કે દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે 1000 રૂપિયાની નોટની કિંમત ઘટી છે. તેમણે મોટી નોટો છાપવાની ભલામણ કરી હતી જેથી કરીને વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરી શકાય. પરંતુ કેન્દ્રની મોદી સરકારે આરબીઆઈ ગવર્નરના આ સૂચનને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકારે આ ભલામણને ફગાવી દીધી હતી કારણ કે તે જલ્દીથી નવી કરન્સી ઈચ્છે છે.
Advertisement