મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ રતન ટાટાના નિવાસસ્થાને પહોંચીને તેમને ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. જણાવી દઈએ કે રતન ટાટા તેમની ખરાબ તબિયતને કારણે એવોર્ડ સમારોહમાં ભાગ લેશે નહીં.
Advertisement
Advertisement
#WATCH | Industrialist Ratan Tata conferred with the Udyog Ratna award at his residence by Maharashtra CM Eknath Shinde and Dy CMs Ajit Pawar and Devendra Fadnavis pic.twitter.com/1s6GvxyZYh
— ANI (@ANI) August 19, 2023
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિવાસસ્થાને ઉદ્યોગ રત્ન એવોર્ડ એનાયત કરવા પહોંચેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટા અને ટાટા ગ્રૂપનું દેશ માટે ખૂબ મોટું યોગદાન છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ સ્વીકારવા બદલ હું તેમનો (રતન ટાટા) આભાર માનું છું.
28 જુલાઈએ રતન ટાટાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી નવાજવાની જાહેરાત
28 જુલાઈના રોજ, મહારાષ્ટ્ર સરકારે દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાને પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી હતી. સામંતે ગુરુવારે રાજ્ય વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકો, મહિલા ઉદ્યમીઓ અને મરાઠી સાહસિકોને પણ પુરસ્કારો આપવામાં આવશે.
તેમણે કહ્યું, “ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપવામાં આવતા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારની માફક રાજ્ય સરકારે રતન ટાટાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.” તેમણે કહ્યું કે આ સંદર્ભે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને ઉદ્યોગ મંત્રીની એક સમિતિએ બેઠક યોજી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Advertisement