રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં 765 ગુનેગારોને ઝડપી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના ચારેય જિલ્લામાં 1575 પોલીસ અધિકારીઓ અને જવાનોની 354 ટીમોએ 1462 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 764 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા. તેમણે ઉમેર્યું કે 764માંથી 179 ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે.
Advertisement
Advertisement
5 આરોપીઓ પાસેથી હથિયારો, કારતુસ મળી આવ્યા
આ ઉપરાંત રોમિયોગીરી કરતાં શખ્સો સામે કાર્યવાહી દરમિયાન 379 બદમાશોની પણ ધરપકડ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ કુલ પાંચ ગુનેગારોને ઝડપી લેવાયા છે. આ પાંચેય આરોપીઓ પાસેથી 4 ફાયર હથિયાર, 9 કારતુસ, 4 કાપા અને એક ધારદાર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એનડીપીએસ એક્ટ હેઠળ 34 કેસ દાખલ કરાયા હતા અને 39 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જુગાર એક્ટ હેઠળ 57 ગુનેગારોની ધરપકડ કરી કુલ 94325 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
CMએ પોલીસ વિભાગની બેઠકમાં કાર્યવાહીનો આદેશ આપ્યો
મુખ્યમંત્રી અશોક ગહેલોતે તાજેતરમાં જ પોલીસ વિભાગની બેઠકમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સીએમએ પોલીસને આદેશ આપતા કહ્યું હતું કે, રોમિયોગીરી કરતાં શખ્સો વાતાવરણ ડહોળે છે. તેમણે પોલીસને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી અશોક ગહેલોતે ડીજીપીને આદેશ આપતા કહ્યું હતું કે, યુવતીની પજવણી કરનારા રોમિયોના નામ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટાફ સિલેકશન બોર્ડને મોકલવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમને કોઈપણ સરકારી નોકરીની તક ન મળે. અમે રાજસ્થાનમાં કોઈપણ સંજોગોમાં રોમિયોગીરીને બિલકુલ ચલાવી નહીં લઈએ.
Advertisement