દિલ્હીઃ જો તમે પણ IRCTC પરથી ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હાલ IRCTC સર્વર ડાઉન છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ટિકિટ બુકિંગ થઈ રહ્યું નથી. આ સમસ્યાનો સામનો કરી રહેલા લોકો મોટી સંખ્યામાં ટ્વિટર પર તેની ફરિયાદ કરી રહ્યા છે. IRCTCદ્વારા પણ લોકોને જવાબ આપવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ 10 કલાકથી વધુ સમયથી ટિકિટ બુકિંગ થઈ રહ્યું નથી. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત ફરિયાદો થઈ રહી છે. બીજી તરફ, IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે સમસ્યાનો સામનો કરી રહેલા લોકો B2C પ્લેયર્સ દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે.
तकनीकी कारणों से टिकट बुकिंग सेवा उपलब्ध नहीं है। हमारी तकनीकी टीम समस्या का समाधान कर रही है: IRCTC pic.twitter.com/OYhvmoyHAB
— ANI_HindiNews (@AHindinews) July 25, 2023
અન્ય એક ટ્વિટમાં, IRCTCએ કહ્યું કે ટેકનિકલ કારણોસર IRCTC સાઇટ અને એપ પર ટિકેટિંગ સેવા ઉપલબ્ધ નથી. ક્રિસની ટેકનિકલ ટીમ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે. આ સ્થિતિમાં તમે અન્ય પ્લેટફોર્મ દ્વારા ટિકિટ બુક કરાવી શકો છો. IRCTCએ કહ્યું કે મુસાફરો વૈકલ્પિક રીતે અન્ય B2Cપ્લેયર્સ જેમ કે Amazon, Make MyTripવગેરે દ્વારા સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે.
આ સમયગાળા દરમિયાન જો તમે ઓનલાઈન ટિકિટ કેન્સલ કરવા અથવા TDRફાઈલ કરવા માંગતા હો, તો તમે આ નંબરો 14646, 0755-6610661 અને 0755-4090600 પર કૉલ કરી શકો છો. તેવી જ રીતે, તમે ઈમેલ આઈડી [email protected] પર મેઈલ પણ કરી શકો છો. IRCTCએ એક ટ્વિટમાં કહ્યું છે કે ટેકનિકલ સમસ્યાનું નિરાકરણ આવતાની સાથે જ તેની માહિતી લોકો સાથે શેર કરવામાં આવશે.
Advertisement