હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સંસદ પહોંચ્યા હતા. જો કે, 10 જનપથથી નીકળ્યા બાદ અચાનક તેમનો કાફલો થોડાંક અંતરે થંભી ગયો હતો. રસ્તામાં એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિને મદદ કરવા માટે રાહુલે પોતાની કાર રોકી દીધી હતી અને પોતે તે યુવાનને લેવા માટે નીચે ઉતર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
#WATCH | Delhi | While exiting 10 Janpath, Congress MP Rahul Gandhi, got off his car to inquire on a scooter-rider who got into an accident nearby. pic.twitter.com/5YprbtRc2K
— ANI (@ANI) August 9, 2023
રાહુલના વીડિયોમાં શું છે?
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાંથી રાહુલ ગાંધીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યાં એક સ્કૂટર સવાર રસ્તાની વચ્ચે પડી ગયો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીને સુરક્ષા ગાર્ડ સાથે કારમાંથી નીચે ઉતરતા અને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની સુખાકારી વિશે પૂછતાં જોઈ શકાય છે. ત્યારબાદ રાહુલ પોતાની કારમાં પાછા ફર્યા અને સંસદ ભવન તરફ આગળ વધ્યા હતા.
Advertisement