દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોની જનતાને મોંઘવારીનો નવો આંચકો લાગ્યો છે, શાકભાજીના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવ કરતાં પણ વધુ થઈ ગયા છે. તેની સીધી અસર હવે લોકો પર પડી રહી છે. શાકભાજીના ભાવમાં થયેલા વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને ખાવાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. શાકભાજીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે ચાર વાગ્યે આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, તેમણે શાકભાજીના ભાવ વિશે લોકો સાથે વાતચીત પણ કરી હતી.
Advertisement
Advertisement
શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો હતો
થોડાં સમય પહેલા આઝાદપુર મંડીના એક શાકભાજી વેચનારનો વીડિયો વાયરલ થયો હતો. આઠ મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ ખાલી ગાડી લઈને ઊભો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે સવારથી અહીં ટામેટાં લેવા આવ્યા છો. ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે હા, હું ટામેટાં ખરીદવા આવ્યો હતો, પરંતુ ભાવ જોઈને મારી હિંમત થતી નથી. ટામેટાં ખૂબ મોંઘા થઈ રહ્યા છે. ટામેટાં 120-140 રૂપિયામાં વેચાઈ રહ્યાં છે, જેના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે.
દેશનું બે વર્ગમાં વિભાજન થઈ રહ્યું છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ 28મી જુલાઈએ પોતાના ટ્વિટર પર પણ આ વિક્રેતાનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું, “દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત એવા શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બનાવવામાં આવી રહી છે અને બીજી તરફ સામાન્ય ભારતીય છે, જેમની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે. આપણે અમીર અને ગરીબ વચ્ચેની આ વધતી જતી ખાઈને પૂરવી પડશે, આ આંસુ લૂછવા પડશે,
ગયા મહિને હરિયાણાના ખેતરોની મુલાકાત લીધી હતી
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના સોનીપતમાં ખેતરોની મુલાકાત લીધી હતી અને મહિલા ખેડૂતોને પોતાના ઘરે ભોજનનું પણ આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ સમજવા માટે મે મહિનામાં હરિયાણાના મુરથલથી અંબાલા સુધી ટ્રકની સફર પણ કરી હતી. આ ઉપરાંત, રાહુલ કર્ણાટકના બેંગલુરુમાં ગિગ વર્ક્સને મળ્યા હતા અને ડિલિવરી પાર્ટનરની સાથે સ્કૂટી પણ ચલાવી હતી.
Advertisement