દિલ્હી: વધતી જતી મોંઘવારી વચ્ચે મહિનાના પહેલા દિવસે સરકારી ઓઈલ કંપનીઓએ લોકોને રાહત આપી છે. આજથી LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લીધે રાજધાની દિલ્હીમાં હવે એલપીજી સિલિન્ડરની કિંમત 1680 રૂપિયા થઈ ગઈ છે.
Advertisement
Advertisement
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
ઓઈલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. જુલાઈમાં ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જોકે, આ વખતે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
છેલ્લાં કેટલાંક મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મોટાભાગે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે મે મહિનામાં તેની કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો કરાયો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક હેતુઓ માટે કરવામાં આવે છે. ઘરેલુ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના તમામ રાજ્યોમાં 14 કિલોનો LPG સિલિન્ડર 1110 રૂપિયામાં મળે છે.
Advertisement