નવી દિલ્હી: ડુંગળી પર એક્સપોર્ટ ડ્યુટી લાદવાના વિરોધમાં, એશિયામાં મહારાષ્ટ્રના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળીના બજાર નાસિકમાં વેપારીઓએ કામ બંધ કરી દીધું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારનો આ નિર્ણય ડુંગળીના ભાવમાં સંભવિત વધારા પર રોક લગાવી શકે છે. એટલે કે ટામેટા પછી ડુંગળી મોંઘી નહીં થાય. સરકાર ગઈકાલે મોટા જથ્થાબંધ બજારોમાંથી બે લાખ ટનથી વધુ ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. સરકારના આ પગલાંથી સામાન્ય માણસને ચોક્કસ ફાયદો થશે. આ ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થશે.
Advertisement
Advertisement
પીયૂષ ગોયલે કરી આ મોટી જાહેરાત
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લાં કેટલાંક દિવસોમાં, ભારત સરકારના આદેશ પર, નાફેડ અને એનસીસીએફએ નાસિક, લાસલગાંવ, અહમદનગર અને સમગ્ર પ્રદેશમાંથી 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ભારતમાં ડુંગળી પૂરતી માત્રામાં ઉપલબ્ધ થાય તે માટે ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે. નાફેડ અને NCCF નાસિક, પિંપલગાંવ, લાસલગાંવ, અહેમદનગર અને સમગ્ર પ્રદેશમાંથી 2 લાખ ટનથી વધુ ડુંગળીની ખરીદી શરૂ કરશે. જરૂર પડશે તો ભવિષ્યમાં વધુ ખરીદી કરશે. મધ્યપ્રદેશ, ગુજરાત અને અન્ય વિસ્તારોમાં જ્યાં ડુંગળી ઉગાડવામાં આવે છે, ત્યાં NAFED અને NCCF ડુંગળી ખરીદશે જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મળી શકે. આજે ખરીદ કિંમત રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે… કોઈ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી.
કોંગ્રેસ નેતા નાના પટોલેએ કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા
બીજી બાજુ, કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેઓ આપણા ખેડૂતો સાથે ખોટું બોલી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ અને પીયૂષ ગોયલને મારો પ્રશ્ન છે કે તમે નિકાસ કર શા માટે વધારો છો ? ડુંગળી બગડી જાય છે અને નાફેડ તેની તાત્કાલિક ખરીદી નહીં કરે તો ખેડૂતોને નુકસાન થશે. ભાજપ સરકાર ખેડૂતોની વિરોધી છે, ભાજપને આપણા દેશની જનતા અને ખેડૂતોની કોઈ પરવા નથી. ભાજપે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓના ભાવમાં વધારો કરી દીધો અને ખેડૂતોને ઓછા ભાવ કેવી રીતે મળે તેનું આયોજન કરી રહ્યું છે.
Advertisement