દેશમાં ડુંગળીના ભાવ એક સાથે વધે તેવી શક્યતા છે. બની શકે કે એક કિલો ડુંગળી માટે તમારે સારી એવી કિંમત ચૂકવવી પડે. મહારાષ્ટ્રના લાસલગાંવને ડુંગળીનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. છેલ્લાં 7 દિવસમાં આ માર્કેટમાં ભાવમાં લગભગ 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની લાસલગાંવ મંડીને દેશભરમાં ડુંગળીના ભાવ માટે એક બેન્ચમાર્ક તરીકે જોવામાં આવે છે.
Advertisement
Advertisement
10 ઓક્ટોબરે લાસલગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ કિંમત 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, જે ગઈ કાલે 3301 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ હતી. હવે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે ત્યારે છૂટક બજારમાં પણ તેની કિંમત વધવાની સંભાવના છે. માસિક ભાવના વલણની વાત કરીએ તો, દિલ્હીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થયો છે. તેનીન પણ અસર દેખાઈ રહી છે. અમદાવાદમાં આ દિવસોમાં સારી ડુંગળી 50 રૂપિયામાં મળી રહી છે.
ભાવ કેમ વધી રહ્યા છે?
તેની પાછળનું કારણ લાલ ડુંગળીના ખરીફ પાકમાં એક મહિનાના વિલંબને માનવામાં આવે છે. ચોમાસાના મહિનામાં ડુંગળીની માંગ પાછલા વર્ષના રવિ પાકથી આવે છે. પરંતુ આ વખતે આ પાકની ગુણવત્તા સારી રહી નથી. મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. પરંતુ આ વખતે મહારાષ્ટ્રના ઘણાં ભાગોમાં યોગ્ય વરસાદ થયો નથી જેના કારણે નવો પાક આવવામાં સમય લાગી રહ્યો છે.
નવરાત્રિ પછી ભાવમાં અચાનક વધારો થઈ શકે
આ પહેલા પણ દેશને ડુંગળીના વધતા ભાવનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સરકારે તેનો સરપ્લસ જથ્થો વેચીને તેના ભાવને અમુક અંશે નિયંત્રિત કર્યા હતા. પરંતુ, આ વખતે વધુ મોટો ખતરો લાગે છે. જો કે, ભારતમાં ડુંગળીની માંગ હજુ પણ ઓછી છે. નવરાત્રિ પૂરી થતાની સાથે જ માંગમાં વધારો જોવા મળી શકે છે. નવરાત્રિ બાદ ડુંગળીના ભાવમાં ભારે વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે ટામેટા બાદ ડુંગળી સામાન્ય લોકોના ઘરનું બજેટ બગાડી દેશે.
Advertisement