ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે પેલેસ્ટિનિયન જૂથ હમાસને આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડી દીધું છે. ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ મોટો દાવો કરતા કહ્યું કે હમાસ કોઈપણ સમયે નાગરિકો પર રાસાયણિક હુમલો કરી શકે તેવો તેમને ડર છે.
Advertisement
Advertisement
રાષ્ટ્રપતિએ મોટો દાવો કર્યો
આંકડા દર્શાવે છે કે હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 6,000 થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર હરઝોગે કહ્યું કે હમાસના આતંકીઓ પાસે ફ્લેશ ડ્રાઈવ હોવાની માહિતી મળી છે. ઈઝરાયેલના ખેતરોમાંથી મળી આવેલા આતંકવાદીઓના મૃતદેહોની પાસેથી ફ્લેશ ડ્રાઈવ મળી આવી છે, જેમાં રહેણાંક વિસ્તારોમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ અને તૈનાતી વિશેની માહિતી છે. અલ કાયદા પર 2003નો એક દસ્તાવેજ બે આતંકવાદી સંગઠનો વચ્ચે સંબંધો હોવાનું સૂચવે છે અને હમાસ મોટા પાયે હુમલા કરવા માટે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ISIS સાથે સરખામણી કરી
ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને જે સામગ્રી મળી છે તેનાથી જાણવા મળે છે કે તેમની પાસે મોટા પ્રમાણમાં સાઇનાઇડ છોડી શકે તેવું એક સાધન તૈયાર કરવાની સૂચના હતી. તેમણે કહ્યું કે બાળકોનો શિરચ્છેદ કરવો, અપહરણ માટે ગાઈડ તૈયાર કરવા અને નરસંહારના ઈરાદા સાથે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ એવી પેટર્ન છે જે દર્શાવે છે કે હમાસ ISIS જેવું દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Advertisement