રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનની મદદ કરી રહેલા પોલેન્ડને પણ રશિયાના આક્રમણનો ડર લાગી રહ્યો છે. પોલેન્ડે હવે પોતાની સેનાને વધારે શક્તિશાળી બનાવવાનું નક્કી કર્યું છે. પોલેન્ડે સેનામાં સૈનિકોની સંખ્યા વધારીને ૩ લાખ કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત પોલેન્ડ ૨૦૦૦ ટેન્ક, ડઝનબંધ રોકેટ લોન્ચર, ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. ખરીદી બાદ પોલેન્ડની સેના વધારે સુસજ્જ બનશે. પોલેન્ડે ૨૦૩૫ સુધીમાં સેનાને તાકાતવર બનાવવાનો લક્ષ્યાંક મુક્યો છે.
Advertisement
Advertisement
પોલેન્ડના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે, જો રશિયાને લાગ્યું કે અમારો દેશ નબળો છે તો તે હુમલો કરતા વિચારશે નહીં એટલે જ અમે હથિયારોની ખરીદી કરવાનું નક્કી કર્યું છે. એ પછી પોલેન્ડ યુરોપમાં આર્ટિલરી અને સૈનિકોના મામલે સૌથી શક્તિશાળી દેશ બની જશે. રશિયાના હુમલાના ડરથી પોલેન્ડ ખરીદી રહ્યું છે વિનાશક હથિયારો, ૧૦૦ અબજ પાઉન્ડનું બજેટ સેના માટે ફાળવ્યું છે. પોલેન્ડ દક્ષિણ કોરિયા પાસે મોટા પાયે ટેન્કો પણ ખરીદી રહ્યું છે.
અમેરિકા પાસેથી ૨૦૦ રોકેટ સિસ્ટમ તેમજ દક્ષિણ કોરિયા પાસે ૨૮૯ રોકેટ લોન્ચર્સ ખરીદવાનો એજન્ડા પણ સરકારના હાથ પર છે. ૨૦૦૦ ટેન્કોની ખરીદી બાદ પોલેન્ડ પાસે ટેન્કનોની સંખ્યા ત્રણ ગણી વધી જશે. પોલેન્ડે દક્ષિણ કોરિયા પાસેથી ૪૮ એફએ-૫૦ પ્રકારના ફાઇટર જેટ્સની પણ ડીલ કરી છે તેમજ અમેરિકા પાસેથી ૩૨ એફ ૩૫ સ્ટેલ્થ, ફાઇટર જેટસ તેમજ ૧૦૦ અપાચે ફાઇટર હેલિકોપ્ટર પણ ખરીદ્યા છે. ગત વર્ષે પોલેન્ડે પોતાની સેનામાં ૧૬૦૦૦ નવા સૈનિકોનો ઉમેરો કર્યો હતો.
Advertisement