નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ઈન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) કેમ્પસમાં પહોંચ્યા હતા અને હવન-પૂજન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ITPO કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યમાં કામ કરનારા શ્રમિકોને મળ્યા અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, પીએમ મોદીએ ત્યારબાદ શ્રમિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. પીએમ મોદી આજે સાંજે આ સંકુલનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.
Advertisement
Advertisement
જી-20 શિખર સંમેલનનું આયોજન થશે
ITPO કોમ્પ્લેક્સ ભારતના સૌથી મોટા MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ) હબ તરીકે ઉભરી આવ્યું છે. સપ્ટેમ્બરમાં જી-20 સમિટ નવા કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. પુનર્વિક્સિત અને આધુનિકરણ પામેલું IECC કોમ્પ્લેક્સ વિશ્વના ટોચના 10 પ્રદર્શન અને સંમેલન સંકુલોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ સંકુલ જર્મનીના હેનોવર એક્ઝિબિશન સેન્ટર અને શાંઘાઈના નેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સાથે સ્પર્ધા કરે તેવું છે.
કન્વેન્શન સેન્ટરમાં 7,000 લોકો માટે બેઠક વ્યવસ્થા
IECC નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટા પાયે વિશ્વ કક્ષાની ઈવેન્ટ્સનું આયોજન કરવાની ભારતની ક્ષમતાનો પુરાવો છે. કન્વેન્શન સેન્ટરના લેવલ-3માં 7,000 લોકો માટે બેઠક વ્યવસ્થા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસમાં માત્ર 5,500 લોકોની બેઠક ક્ષમતા છે. IECC ને વૈશ્વિક સ્તરે મેગા કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય સમિટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ એક આદર્શ સ્થળ માનવામાં આવે છે.
મહેમાનોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા
IECC પાસે 3,000 લોકોની બેઠક ક્ષમતા સાથેનું એક ભવ્ય એમ્ફીથિયેટર પણ છે, જે 3 PVR થીયેટરો જેટલું છે. થિએટર, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનના કાર્યક્રમોનું પણ અહીં આયોજન કરી શકાય છે. અહીં આવનારા લોકો માટે સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 5,500 થી વધુ વાહનો માટે પાર્કિંગની જગ્યા છે, લોકો કોઈપણ મુશ્કેલી વિના અહીં પહોંચી શકે તેના માટે સિગ્નલ ફ્રી રસ્તા છે.
Advertisement