વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ડોનેશિયા જવાનો કાર્યક્રમ જાહેર થયો છે. તેઓ આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરને ગુરુવારે ઈન્ડોનેશિયા જવા રવાના થશે. પીએમ મોદી ASEAN-ભારત સમિટ અને 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાના જકાર્તાના પ્રવાસે જશે.
Advertisement
Advertisement
વિદેશ મંત્રાલયના સચિવે વડાપ્રધાન મોદીની મુલાકાત અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી 7 સપ્ટેમ્બરે યોજાનારી 20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટ માટે જકાર્તા જશે. જી-20 સમિટ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી હોવાથી આ તેમનો ટૂંકો પ્રવાસ હશે. હકીકતે, જી-20 સમિટ ભારતના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાવાની છે. આ સમિટ શનિવાર, 9 સપ્ટેમ્બર અને રવિવાર 10 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે બીજી વખત ઈન્ડોનેશિયાની મુલાકાત લેશે. આ પહેલા તેમણે નવેમ્બર-2022માં બાલીમાં જી-20 સમિટમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે ભારતની યજમાનીમાં 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં જી-20 સમિટ યોજાવા જઈ રહી છે, જેના એક દિવસ પહેલા પીએમ મોદી ઈન્ડોનેશિયાની મુલાકાત લેશે.
આસિયાનમાં કુલ 10 સભ્ય દેશો છે, જેમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાંમાર, ફિલિપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ થઈ હતી.
Advertisement