દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહેવાના છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, બેઠક પછી પીએમ મોદી વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટે ગ્રીસની મુલાકાતે જશે. પીએમ મોદી 40 વર્ષ બાદ ગ્રીસ જશે.
Advertisement
Advertisement
ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું, “શી જિનપિંગ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર બેઠકમાં ભાગ લેવા માટે સંમત થયા છે. બ્રિક્સ શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે.
બ્રિક્સની શરૂઆત કેવી રીતે થઈ?
BRICS પહેલાં, BRIC(બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન) હતું. આ ચાર દેશોના નેતાઓ જુલાઈ 2006માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જી8 આઉટરીચ સમિટ દરમિયાન મળ્યા હતા. આ પછી સપ્ટેમ્બર 2006માં તેને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે પછી દક્ષિણ આફ્રિકાને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું અને તે પછી બ્રિક્સની શરૂઆત થઈ.
Advertisement