PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. તેમણે ITBP અને BROના કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે ગુંજી ગામની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે જાગેશ્વર ધામમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ પિથોરાગઢમાં આશરે રૂ. 4,200 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. આ બધાની વચ્ચે પીએમ મોદીએ કૌશલ્ય દીક્ષાંત સમારોહને પણ વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું.
Advertisement
Advertisement
આ અવસરે તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલી સંસ્થાઓનો આવો સંયુક્ત કૌશલ્ય દીક્ષાંત સમારોહ ખૂબ જ પ્રશંસનીય પહેલ છે. તે આજના ભારતની પ્રાથમિકતાઓને પણ દર્શાવે છે. દરેક દેશ પાસે અલગ-અલગ સામર્થ્ય હોય છે જેમ કે કુદરતી સંસાધનો, ખનિજ સંસાધન અથવા લાંબા દરિયાકિનારા. પરંતુ આ સામર્થ્યને ઉપયોગમાં લાવવા માટે એક મહત્વપૂર્ણ શક્તિની જરૂર હોય છે અને તે છે યુવા શક્તિ. આ યુવા શક્તિ જેટલી મજબૂત હશે તેટલો જ દેશનો વિકાસ થાય છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે લગભગ ચાર દાયકા પછી અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવ્યા છીએ. અમે મોટી સંખ્યામાં નવી મેડિકલ કોલેજો, આઈઆઈટી, આઈઆઈએમ અથવા આઈટીઆઈ જેવી કૌશલ્ય વિકાસ સંસ્થાઓ ખોલી છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાએ પાયાના સ્તરે યુવા સાથીઓને ઘણી તાકાત આપી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.
Advertisement