ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર’ એનાયત કર્યો હતો. લશ્કરી અથવા નાગરિક ઓર્ડરમાં તે સર્વોચ્ચ ફ્રેન્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. પીએમ મોદી ફ્રાંસની તેમની બે દિવસીય મુલાકાતે છે. આજે બેસ્ટિલ ડે પરેડમાં તેમણે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેઓ ભારતીય ટુકડી સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળશે.
Advertisement
Advertisement
પીએમ મોદી ભારતીય સમયાનુસાર લગભગ 4:30 વાગ્યે, નેશનલ એસેમ્બલીના પ્રમુખ બ્રાઉન-પીવેટ દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે. ત્યારપછી ભારતીય સમયાનુસાર સાંજે 6.15 કલાકે પીએમ મોદી વિવિધ વિચારકોને મળશે. બાદમાં, લગભગ 8:30 વાગ્યે, પ્રધાનમંત્રી એલિસી પેલેસમાં સત્તાવાર સ્વાગત સમારોહમાં હાજરી આપશે. તે પછી પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો અને પ્રેસ સ્ટેટમેન્ટ થશે. ભારતીય સમય અનુસાર લગભગ 10:30 વાગ્યે, PM ભારત-ફ્રાન્સ CEO ફોરમમાં પણ ભાગ લેશે.
ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિએ લુવર મ્યુઝિયમ જશે. ત્યાં તેઓ ડિનરમાં પણ હાજરી આપશે. આ પછી પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન એફિલ ટાવર પર આતશબાજી નિહાળશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોને હિન્દીમાં ટ્વિટ કરીને પેરિસમાં પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. તેમણે લખ્યું, “ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરે છે તથા વિશ્વાસ અને મિત્રતાના કાયમી મજબૂત બંધનની ઉજવણી કરે છે.”
ફ્રાન્સ બાદ PM મોદી UAE જશે
ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી 15 જુલાઈએ અબુધાબી જશે. ત્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
Advertisement