પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની સત્તાવાર મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ને ઓર્લી એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનના આમંત્રણ પર બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ આજે સવારે દિલ્હીથી નીકળ્યા હતા અને ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા.
Advertisement
Advertisement
પ્રધાનમંત્રી મોદી ભારતીય સમય અનુસાર સાંજે સાડા સાત વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચર સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8.45 વાગ્યે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, રાત્રે લગભગ 11 વાગ્યે, તેઓ પ્રતિષ્ઠિત લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં સંબોધન કરશે. તે પછી, ભારતીય સમય અનુસાર લગભગ 00:30 વાગ્યે, પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોન દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”><a href=”https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw”>#WATCH</a> प्रधानमंत्री नरेंद्र मोदी के पेरिस पहुंचने पर विदेश मंत्रालय के प्रवक्ता अरिंदम बागची ने उनकी दो दिवसीय फ्रांस यात्रा के बारे में विस्तार से बताया। <a href=”https://t.co/okUsOU4KVn”>pic.twitter.com/okUsOU4KVn</a></p>— ANI_HindiNews (@AHindinews) <a href=”https://twitter.com/AHindinews/status/1679446671045054467?ref_src=twsrc%5Etfw”>July 13, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
પીએમ મોદી આવતીકાલે બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ મોદી ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. તેમણે કહ્યું, “PM મોદીની મુલાકાતનો મુખ્ય ઔપચારિક ભાગ 14 જુલાઈથી શરૂ થશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી – બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનો સાથે બેસ્ટિલ ડે પરેડમાં સશસ્ત્ર દળોની મોટી ત્રિ-સેવા ટુકડી પણ ભાગ લેશે. બેસ્ટિલ ડેની ઉજવણીના અંતે, ભારતીય વાયુસેનાનું એક વિમાન ફ્લાયપાસ્ટ કરશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के पेरिस (फ्रांस) पहुंचने के बाद फ्रांस की पीएम एलिजाबेथ बोर्न ने उनका स्वागत किया। pic.twitter.com/vQmxChU7LA
— ANI_HindiNews (@AHindinews) July 13, 2023
ફ્રાન્સ બાદ PM મોદી UAE જશે
ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી 15 જુલાઈએ અબુધાબી જશે. ત્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ દરમિયાન ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
Advertisement