વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આતંકવાદ જેવા સમકાલીન પડકારોનો સામનો કરવા અને વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વેપાર અને આર્થિક જોડાણ જેવા ક્ષેત્રોમાં ભારત-આસિયાન સહયોગને મજબૂત બનાવવા માટે 12 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Advertisement
Advertisement
પીએમ મોદીએ ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં 20મી આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો. ASEAN (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ)ના મહાસચિવ ડૉ. કાઓ કિમ હોર્ને પણ સમિટમાં ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિટમાં બે સંયુક્ત નિવેદનો, જેમાં એક દરિયાઈ સહયોગ પર અને બીજું ખાદ્ય સુરક્ષા સંબંધિત છે તેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે સમિટમાં વડાપ્રધાન મોદીએ આસિયાન-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ભવિષ્યની દિશા નક્કી કરવા અંગે આસિયાન ભાગીદારો સાથે વ્યાપક ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં આસિયાનની કેન્દ્રિયતાની પુનઃ પુષ્ટિ કરી અને ભારતના ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) અને ઈન્ડો-પેસિફિક (AOIP) પર આસિયાનના દ્રષ્ટિકોણ વચ્ચેની તાલમેલ પર પ્રકાશ પાડ્યો.
પીએમ મોદીએ આસિયાન-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (AITIGA)ની સમીક્ષા સમયસર પૂર્ણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વેપાર અને આર્થિક જોડાણ, સમકાલીન પડકારો પ્રત્યે ધ્યાન આપવું, લોકો-થી-લોકોના સંપર્કો અને વ્યૂહાત્મક જોડાણને ગાઢ બનાવવા સહિત ભારત-આસિયાન સહયોગને મજબૂત કરવા માટે 12 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
નિવેદનમાં જણાવાયું છે કે પ્રસ્તાવ હેઠળ, ભારતે દક્ષિણ-પૂર્વ એશિયા-ભારત-પશ્ચિમ એશિયા-યુરોપને જોડતા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને આર્થિક કોરિડોરની સ્થાપના કરવાનું આહવાન કર્યું અને ASEAN ભાગીદારો સાથે ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેકને શેર કરવા રજૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાણાંકીય કનેક્ટિવિટી તરફના સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં ડિજિટલ ફ્યુચર માટે આસિયાન-ઈન્ડિયા ફંડની પણ જાહેરાત કરી હતી.
12 મુદ્દાના પ્રસ્તાવ હેઠળ, વડાપ્રધાને આતંકવાદ, આતંકવાદને ફાઇનાન્સિંગ અને સાયબર ઇન્ટેલિજન્સ સામે સામૂહિક લડાઈ માટે આહવાન કર્યું હતું. પ્રસ્તાવના ભાગ રૂપે, તેમણે નોલેજ પાર્ટનર તરીકે કાર્ય કરવા માટે ASEAN અને પૂર્વ એશિયાના આર્થિક અને સંશોધન સંસ્થા (ERIA) ને સમર્થનની નવીકરણની જાહેરાત કરી હતી.
Advertisement