વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે, તેઓ આ મુલાકાત દરમિયાન ઘણા દિગ્ગજોને પણ મળવાના છે. ન્યૂયોર્કમાં પીએમ મોદીએ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ મસ્કે કહ્યું કે પીએમ હંમેશા રોકાણ માટે પ્રેરણા આપે છે. તેટલું જ નહીં પીએમ મોદીને મળ્યા બાદ મસ્કે કહ્યું કે તેઓ આવતા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે.
Advertisement
Advertisement
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે કહ્યું, હું ભારતના ભવિષ્યને લઈને અતિ ઉત્સાહિત છું. વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. તેઓ (PM મોદી) ખરેખર ભારતની ચિંતા કરે છે કારણ કે તેઓ અમને ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. હું મોદીનો ચાહક છું. તે એક શાનદાર મુલાકાત હતી અને હું તેઓને ખૂબ પસંદ કરું છું.
અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અનેક સેલિબ્રિટીઓને મળી રહ્યા છે. આ ક્રમમાં પીએમ મોદી અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પણ મળ્યા હતા. પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બંનેની મુલાકાતનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે.
ભારતમાં ટેસ્લાની એન્ટ્રી થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લા ટૂંક સમયમાં જ ભારતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. આ જાણકારી પીએમ મોદી સાથેની મુલાકાત બાદ એલોન મસ્કે આપી છે. તેમણે મંગળવારે કહ્યું કે તે ભારતમાં વહેલામાં વહેલી તકે રોકાણ કરવા માંગે છે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર પર તેમણે કહ્યું કે મને ખાતરી છે કે ટેસ્લા ભારતમાં હશે અને માનવીય રીતે તે ટૂંક સમયમાં શક્ય બની શકશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીનો તેમના સમર્થન માટે આભાર માનવા માગે છે અને આશા છે કે અમે ભવિષ્યમાં કેટલીક જાહેરાત કરી શકીશું. સાથે જ મસ્કે જણાવ્યું છે કે તે આવતા વર્ષે ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. અમેરિકામાં પીએમ મોદીને મળ્યા પહેલા જ એલન મસ્ક ભારત આવવાની વાત કરી ચૂક્યા છે. અગાઉ મસ્કે કહ્યું હતું કે કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે. ઈન્ટરવ્યુ દરમિયાન, જ્યારે મસ્કને પૂછવામાં આવ્યું કે શું ટેસ્લાને ભારતમાં નવી ફેક્ટરી સ્થાપવામાં રસ છે, તો મસ્કએ તેનો હકારાત્મક જવાબ આપ્યો હતો.
અધિકારીઓ ભારત આવી ગયા છે
તાજેતરમાં ટેસ્લાના કેટલાક અધિકારીઓએ ભારતીય બજારમાં શક્યતાઓ શોધવા માટે ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અધિકારીઓ ભારત સરકારના અધિકારીઓને પણ મળ્યા હતા. અહેવાલો અનુસાર, ટેસ્લાના અધિકારીઓએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને આર એન્ડ ડી યુનિટ સ્થાપવાની વાત કરી હતી.
Advertisement